ઉરી માં થયેલો આતંકી હુમલો , Attack in Uri

ઉરી માં થયેલો આતંકી હુમલો 



18,સપ્ટેમ્બર 2016 ની એ ગોજારી પ્રભાત...

હજી  સુધી દેશવાસીઓ પઠાણકોટના આતંકી હુમલા ના સદમાં માં થી પૂર્ણરૂપે બહાર પણ નહોતા આવ્યા અને ફરી એક વાર આતંકવાદીઓ એ કરી કાયરતાપૂર્ણ હરકત.

એમના નિશાના પર હતું જમ્મુ કાશ્મીર ના ઉરી સેક્ટર માં આવેલું ભારતીય સેનાનું 12મુ બ્રિગેડ હેડક્વાર્ટર.

એ સવાર નો પહોર અને 5:30 ની આસપાસ આતંકીઓ આર્મી કેમ્પ પર હુમલો કરે છે.


એ 18 સપ્ટેમ્બર 2016 ની ઉરી ની તાજગી સભર સવાર જરૂર હતી સાથે સન્નાટો પણ હતો.અને એની વચ્ચે થયો એકે જોરદાર ધમાકો.એ ધમાકા નો અવાજ કાન  સુધી પહોંચે તે પેલા બીજો ધમાકો થયો.અને થયા 3 મિનિટ ની અંદર 17 ગ્રેનેડ થી થયો આર્મી કેમ્પ ઉપર હુમલો.


ચાર આતંકીઓ સીમાપારથી આવ્યા હતા. તે લોકો પાક અધિકૃત કાશ્મીર  માં ઝેલમ  નદી ના રસ્તે થઇ ને ઉરી સેક્ટર માં પહોંચ્યા હતા.એ લોકો ની સાજીશ પઠાનકોટ પર હુમલો કરવાની હતી. પરંતુ, જાન્યુઆરી 2016 માં પઠાનકોટ સ્થિત એરફોર્સ બેસ ઉપર આતંકીઓ એ હુમલો હાર્યો હતો અને એમાં આપડા 7 જવાન વીરગતિ ને પામ્યા હતા.



આતંકીઓ એ ઉરી માં હુમલો કરવા માટે સુરક્ષા ચૂક નો ફાયદો ઉઠાવ્યો અને એવો સમય પસંદ કર્યો કે એ સમયે ત્યાં સૈનિકોની ફરજ બદલાતી હોય છે. ત્યાં દર બે વર્ષ પુરા કર્યા પછી એક બટાલિયન કેમ્પ માં થી રવાના થાય છે અને બીજી બટાલિયન ત્યાં આવે છે, ઉરી માં પણ જવાનો ની ફરજ બદલ ચાલુ જ હતી.ડોગરા યુનિટ ની જગ્યા બિહાર બટાલિયન લેવાની હતી.સૈનિકોની અદલાબદલી ચાલુ જ હતી, અને 5 બિહાર બટાલિયન ના સૈનિકો તંબુ માં સુઈ રહ્યા હતા, અને ઘણા બેરેક ખાલી હતા.


ચાર આતંકીઓ તબાહી કરવાના ઈરાદાથી જ બારૂદ લઇ ને આવ્યા હતા.એમની પાસે  AK-47 અને આગ લગાવવા માટે 50 થી વધારે ગ્રેનેડ હતા.અને માટે જ તે લોકો એમની રણનીતિ મુજબ ફ્યુલ ડેપો ઉપર ગ્રેનેડ ફેંકે છે તેથી આગ લાગે, અફરાતફરી નો માહોલ થાય અને તે લોકો તેમના નાપાક ઈરાદાઓ પાર  પડી શકે.જયારે ફ્યુલ ડેપો માં આગ લાગે છે ત્યારે એમાં મુકેલા પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન થી બેકાબુ બનેલી આગ 5 બિહાર બટાલિયન ના તંબુ માં પણ પહોંચી જાય છે.એમાં સુઈ રહેલા 14 જવાનો વીરગતિને પ્રાપ્ત થાય છે.આગ માંથી બચવા કેમ્પ માંથી 4 સૈનિકો ભાગે છે પરંતુ તે પણ આતંકવાદીઓ ની ગોળીઓ નો શિકાર બને છે. 30 થી વધારે સૈનિકો ઘાયલ પણ થાય છે.લગભગ 2 દર્શક ની અંદર ભારતીય સૈન્ય બળ  ઉપર થયેલો આ સૌથી મોટો હુમલો છે.



પરંતુ, સૈનિકો તેજી થી મોરચો સંભાળી લે છે.કેટલાક કલાક ની મુઠભેડ પછી ચારે આતંકવાદીઓ માર્યા જાય છે.


આતંકવાદીઓ ની આ કાયરતા પૂર્ણ કાર્ય બદલ દરેક દેશવાસીઓ ની આંખ માં અશ્રુ હતું.સમગ્ર દેશભર માં આક્રોશ નો માહોલ હતો.દરેક વ્યક્તિ ઈચ્છતો હતો કે પાકિસ્તાન સ્પોન્સર ટેરેરિસ્ટ ને પાઠ  ભણાવવો પડશે.

2016 Surgical Strike Hero Lance Naik Sandeep Singh


ઉરી હુમલા ના ઠીક 10 દિવસ પછી 28-29 સપ્ટેમ્બર ના રોજ રાત્રે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી.ભારતીય સેનાએ POK  માં 3 કિલોમીટર અંદર ઘૂસી ગઈ અને આતંકી લોન્ચ પેડ ને નષ્ટ કર્યા.સેનાએ એ 38 આતંકીઓ ને મારી ને ઉરી હુમલાનો બદલો લીધો. 





#JoinABVP

Join the biggest student union



विश्व के सबसे बड़े विद्यार्थी संगठन अखिल भारतीय विद्यार्थी परिषद (ABVP) के साथ जुड़ने के लिए इस लिंक पर  क्लिक करें।👇👇

https://portal.abvpgj.org/registration?ref_code=lgsyuunc

ટિપ્પણીઓ