Dignity and pride of Gujarat|ગુજરાત નું ગૌરવ અને અસ્મિતા

ગુજરાત નું ગૌરવ અને અસ્મિતા

કૃષ્ણ ની દ્વારિકા ને સાચવીને બેઠેલું જળ છું...
હું નરસિંહ ના પ્રભાતિયા થી પરિતૃપ્ત પ્રભાત છું...
વેપાર છું,વિસ્તાર છું,વિખ્યાત છું...
હા,હું ગુજરાત છું.



કનેયાલાલ માણેકલાલ મુનશી કહેતા કે "ગુજરાત પ્રાંત નથી, માત્ર જનસમુદાય નથી , એતો પેઢી દર પેઢી ગુજરાતીઓ એ સંકલ્પપૂર્વક સેવેલી ,પેઢીએ પેઢીએ નવી સિદ્ધિ પામતી સામુદાયિક ઈચ્છા શક્તિ એ સબળ બનેલી જીવનભાવના છે એ ભાવના ની તીવ્ર ભાન તે ગુજરાત ની અસ્મિતા"

૧ મે ૧૯૬૦ એટલે ગુજરાત સ્થાપન દિન. આ ૧ મે ના રોજ ગુજરાત ૬૦ વર્ષ નું થયું.આં ૬૦ વર્ષ માં ગુજરાતે અનેક સિદ્ધિઓ ના શિખરો સર કર્યા છે .ઉદ્યોગ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે,સાહિત્ય ક્ષેત્રે,કૃષિ ક્ષેત્રે ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.ગુજરાત ની આ ૬૦ વર્ષ ની પ્રગતિ માં ,વિકાસગાથા માં ગુજરાતીઓ નું ખમીર,ગુજરાત ના મહાનુભાવો ના બલિદાન,સંસ્કારો,ગુજરાતીઓ નો માતૃભૂમિ પ્રેમ અને ગુજરાતના એક એક થી ચડિયાતા જ્યોતિર્ધરો નો ફાળો છે. આ એક એક થી ચડિયાતા ગુજરાતી ધુરંધરો ના કારણે જ આજે વિશ્વ માં ગુજરાત પ્રકાશમય જળહલી રહ્યું છે.તો આવો ગુજરાત ની અસ્મિતા ,ગુજરાત ના વિકાસ માં અને ગુજરાત નું ઘડતર કરનારા ગુજરાતીઓ અને ગુજરાત ભૂમિ ની વાત માંડીએ...


You can also watch this on YouTube 👇🏻👇🏻👇🏻




 ગુજરાત પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્ર થી જોડાયેલી છે.ઉત્તર પૂર્વના સીમાડા અનુક્રમે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ,દમણ,દાદરા અને નગરહવેલી સાથે જોડાયેલ છે.

રાજ્ય નું નામ ગુજ્જર પરથી પડ્યું
આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્ભવ પામેલી સાબરમતી નદી અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર ધરાવતા હડપ્પન અવશેષો લોથલ,રામપુર તથા અમરી વગેરે સ્થળો એ જોવા મળે છે.

૯ મી સદી દરમ્યાન સોલંકી યુગ નો ઉદય થયો જેના શાસનકર્તા એ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્યો.આજે જય જય ગરવી ગુજરાત,ગુણવંતી ગુજરાત એવા શબ્દોમાં દરેક ગુજરાતીઓ નું ખમીર ઝળકે છે.ત્યારબાદ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઈ. સ. ૧૪૧૯ માં અહેમદ પહેલો આવ્યો.ત્યારબાદ ઈ. સ.  ૧૫૭૦ માં સમ્રાટ અકબર ત્યારબાદ ઈ. સ.૧૬૦૦ ડચ,ફ્રેન્ચ,અંગ્રેજ અને પોર્ટુગીઝ પ્રજા આવી. ઈ. સ. ૧૮૧૮ માં બ્રિટિશ ની ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પ્રથમ સુરત ખાતે તેમનો પાયો નાખ્યો.

૧મે,૧૯૬૦  ના રોજ ગુજરાત ની સ્થાપના થઈ.ત્યારે એક નવુ સવું ગુજરાત ગુજરાતીઓ ની ઓળખ સાથે વિકાસ ની પાપા પગલી ભરતું હતું.ગુણવંતી ગુજરાત ના સ્વપ્ન દૃષ્ટાઓ ની મહેનત,દૃષ્ટિ અને બલિદાનો થી ગુજરાત ની વિકાસયાત્રા સતત ઝળકતી રહી છે.ગુજરાત ની સ્થાપના થઈ ત્યારે અમદાવાદ અને ૧૯૭૦ માં ગાંધીનગર નું નિર્માણ થયું અને તે ગુજરાત નું પાટનગર બન્યું.


ગુજરાત એક એવો પ્રદેશ છે જે દેશ જ નહી દુનિયામાં પણ અંકિત થયેલો છે . વૈશ્વિક ઓળખ ધરાવતો આ પ્રદેશ પક્ષી અભયારણ્ય નળ સરોવર,પ્રાચીન નગરો લોથલ અને ધોળવીરા થી જાણીતો છે.આવો ગુજરાત પ્રદેશ ભગવાન શ્રી કૃષ્ણ ને પણ ઘેલો લાગ્યો અને તેઓ મથુરાથી આવી દ્વારકા માં રોકાઈ ગયા. આ છે ગુજરાત ની તાકાત ,ગુણવંતી ગુજરાત ના ગુણ અને શાંતિપ્રિય પ્રજાનો પ્રભાવ.વેપારી તરીકે ગુજરાતીઓ ની દેશ માં ઓળખ કાયમ બનેલી છે.વેપાર માટે અનુકૂળ પ્રદેશ હોઈ અંગ્રેજોએ પણ સુરત માં કોઠી નાખી હતી. આમ વેપાર - ઉદ્યોગ - રોજગાર માટે ગુજરાત હજારો વર્ષોથી જાણીતું છે.
 ખંભાત ના દરિયાકિનારે 84 દેશો નાં વહાણો લાંગરતા હતા. એવા ધિકતા વેપાર નું પણ ગુજરાત સાક્ષી છે.આજે પણ મહબંદર તરીકે કંડલા દેશ માં ગણમાન્ય છે.સૌથી મોટો દરિયા કિનારો અને તેમાં ચાલતો મત્સ્ય ઉદ્યોગ ગુજરાત અને દેશ ના વિકાસ માટે કડી રૂપ છે.

ગુજરાત ની ધરોહર સમાં આપણા મહાપુરુષો એ ગુજરાત ને ગૌરવ આપાવ્યું છે.પોરબંદર ના ગાંધી એ દેશ ને આઝાદ કરાવ્યો.કરમસદ ના સરદાર પટેલે દેશના 600 થી પણ વધારે રજવાડા નું વિલીનીકરણ કરવી ને એક ભારત ની કલ્પના સાકાર કરી. ગુલઝારી  લાલ નંદા અને મોરારજી દેસાઈએ દેશનું પ્રધાનમંત્રી પદ શોભાવ્યું. નરસિંહ મહેતાએ હરિજનો ના ઘરે જઈ ને જાતિવાદ ની જંજીરો ને હજારો વર્ષો પહેલા તોડી.રવિશંકર મહારાજ, ઠક્કર બાપા,ઇન્દુલાલ યાજ્ઞિક એ ગુજરાત ને સેવા નો ભેખ આપ્યો.અંબુભાઈ પુરાણી એ ગુજરાત ને વ્યાયામશાળા ની ભેટ આપી.વિક્રમ સારાભાઈ ' ભારતીય અવકાશ કાર્યક્રમ ' ના પિતામહ અને વિજ્ઞાની,ધીરુભાઈ અંબાણી નવભારત ના સ્વપ્ન દ્રષ્ટા,જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગજગત ના પિતામહ બની રહ્યા.

જ્યારે આખા ભારત માં દૂધ નું કોઈ મેનેજમેન્ટ ન હતું ત્યારે સૌથી મોટો તબેલો બનાવનાર અબ્દુલ ખોજા ભાવનગર ના હતા.બોલીવુડ ક્ષેત્ર માં અભિનેત્રી આશા પારેખ,પરવીન બાબી,ડિમ્પલ કાપડિયા પણ ગુજરાત ના જ હતા.અભિનય ની દુનિયા માં સુરત ના સંજીવ કુમાર(હરિભાઇ જરીવાલા) ,પરેશ રાવલ અને રામાયણ નો લંકેશ અરવિંદ ત્રિવેદી પણ આપડા ગુજરાતી.જ્યારે જ્ઞાન નો ખજાનો ખૂટ્યો ત્યારે પૂ.મોરારી બાપુ અને પૂ. ભાઇ શ્રી રમેશભાઈ ઓઝા પણ ગુજરાતે જ આપેલા.લેખકો ખૂટ્યા ત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના લેખક તારક મહેતા અને તેના દિગ્દર્શક આસિત મોદી પણ ગુજરાત ના જ. રણજી ટ્રોફી પણ જેના નામે રમાય છે એવા જામનગર ના રાજા જામ રણજી પણ ગુજરાતી. સંગીત ની દુનિયા ના કલ્યાણજી આનંદજી અને હિમેશ રેશમિયા પણ ગુજરાતી.રાજનીતિ માં ઘટાડો આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ગુજરાતે આપ્યા એટલે તો ગુજરાતીઓ માટે કહેવાય છે.

લાંબો ડગલો,મૂછો વાંકળી
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી
તોય છેલ છબીલો ગુજરાતી ભાઈ
તન મોટું મન પણ મોટું,
છે ખમીરવંતી જાતી,
ભલે લાગતો ભોળો પણ,
હું છેલ છબીલો ગુજરાતી ભાઈ...

ગુજરાતે રાજકારણ થી લઈ ને ધર્મકરણ,શિક્ષણ થી લઈ ને રોજગાર,સાહિત્ય થી લઈ ને શૂરવીરતા અને રમત થી લઇ ને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે.ગુજરાત નો એક એક વિસ્તાર મહમુલા માનવીઓ ને સંઘરી ને બેઠી છે. ગુજરાત ના આં વિકાસ માં ગુજરાત નો એક એક વિસ્તાર,એક એક માણસ સહભાગી છે.ગુજરાત ની પ્રજા ના ખમીર ને કારણે જ આજે ગુજરાત નું હિર વિશ્વસ્તરે ઝળકી રહ્યું છે.ગુજરાત ની જનતા નું ગુજરાતી પણું જ ગુજરાત ની અસ્મિતા છે.ગુજરાત નું ગુજરાતી પણું કાયમ ટકશે અને ગુજરાત ની અસ્મિતા સૂરજ ની જેમ વિશ્વ આખા ને અજવાળી રહેશે.

"આ ચંદ્ર ની ઉપર ભલે પહોંચતી
        વિશ્વ ની કોઈ પણ જાતી....
પણ દુકાન કરશે ચંદ્ર ની ઉપર
          પહેલો આ ગુજરાતી
અમે દિલથી જીવીએ દિલથી મરીએ
          દિલ દઈ દઈ પરવાના
ગુજરાતી સૌથી ન્યારા
          ગુજરાત છે અમરત ધારા"
                  - સાંઈરામ દવે


જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરવા નમ્ર વિનંતી

Facebook page

Instagram page

YouTube channel



Amazon online shopping

Ajio online shopping

Flipkart online shopping

Shop beardo product from here

ટિપ્પણીઓ