અમે ગુજરાતી વટ થી રહેવાના......મારા દ્વારા લખાયેલી પ્રથમ કવિતા

આજે પહેલી વાર
        કાવ્ય પર અજમાવ્યો હાથ.



વાંચો મારા દ્વારા લખાયેલી પ્રથમ કવિતા અહીંયા.....
જો સારી લાગે તો બધા ને કહો શેર કરો
જો સારી ના લાગે તો મને કહો.






ગુજરાતી વટથી રહેવાના



અમે ગુજરાતી વટ થી રહેવાના,

ગુજરાત ના ગુણગાન ગાવાના,
        ગુજરાત જેવું રાજ્ય બીજે ક્યાંય મળે ના.
કોઈ દિ' સર્કલ આખું ના ફરવાના,
         ને હેલ્મેટ કોઈ દિ' ના પહેરવાના,
ભલે પોલીસ પકડે તો,
        કોઈ ની ઓળખાણ કાઢવાના.
અમે ગુજરાતી વટ થી રહેવાના...

જમવામાં છાસ-અથાણાં વગર ભાવે ના,

બપોરે ભોજન પછી ઊંઘ વગર ફાવે ના,
ફાફડા-જલેબી ખમણ-ઢોકળાં ખાવાના,
     રજા ના દિવસે મોજ કરવા રિવરફ્રન્ટ તો જવાના,
અમે ગુજરાતી વટ થી રહેવાના...

ગાંધી,સરદાર, નરેન્દ્ર મોદી તણા ગુણ ગાવાના,

      જરૂર પડે જો દેશને તો મદદે દોડી જાવાના,
જગ આખું જેમના ગુણગાન ગાયે જાય,
    એવા અંબાણી,અદાણી,જમશેદજી ગુજરાત ના ભાય,
અમે ગુજરાતી વટ થી રહેવાના...

સોમનાથ,દ્વારિકા એ દેવદર્શને જવાના,

ગિરનાર,ચોટીલા,પાવાગઢે દર્શન કરવા ચડવાના,

કચ્છી બાંધણી,પાટણ નું પટોળું પહેરી હરખાવાના

કચ્છ જાય તો સફેદ રણ જોયા વગર આવે ના,
સૌ ધર્મ, નાત-જાત ના ભેદભાવ વગર રહેવાના,
ગુજરાતીઓ ની વાત આખા વિશ્વ માં ન્યારી ભાય.

અમે ગુજરાતી વટ થી રહેવાનાં,

ગુજરાત ના ગુણગાન ગાવાનાં,
ગુજરાત જેવું રાજ્ય બીજે ક્યાંય મળે ના.
                         - હર્ષ પટેલ



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો